અમદાવાદમાં લીવવેલ હોસ્પિટલને 14 વર્ષ પૂરા થયા એ નિમિતે રવિવાર તારીખ 21 એપ્રિલે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લિવવેલ કોન. (LIVEWELLCON).
આ કોન્ફરન્સ માં 500 થી વધારે ડોક્ટરે ભાગ લીધો હતો. છેલ્લા નવ વર્ષથી દર વર્ષે થતી આ કોન્ફરન્સ એક અલગ જ પ્રકારની કોન્ફરન્સ છે.
ડોક્ટરો મેડિકલ વિજ્ઞાન તો રોજબરોજ ભણે છે અને જુદી જુદી ઓનલાઈન અને ઓફલાઈન જગ્યાએ જઈ અને મેડિકલ વિજ્ઞાન તો શીખે જ છે.
ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે લીવ વેલ કોન્ફરન્સ નું આયોજન કરવાનું હેતુ ડોક્ટર મિત્રો વિજ્ઞાન સિવાયની બીજી બાબતો જાણે અને એમના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ આવે એ રહેલો છે.
જેમકે ડોક્ટરના જીવનમાં સ્ટ્રેસ હોય, કામ કરવાની પદ્ધતિ બદલવાની હોય, હોસ્પિટલ અને ઘર વચ્ચે સંતુલન રાખવાનું હોય આવી બધી ઘણી તકલીફો નો ડોક્ટર્સ પણ સામનો કરતા હોય છે.
કોન્ફરન્સનો ધ્યેય ડોક્ટર નું જીવન તણાવ રહિત થાય, માનસિક રીતે રિલેક્સ થાય અને વધારે સારી રીતે કામ કરી શકે એ રહેલો છે. કોન્ફરન્સની થીમ જ હેપ્પી અને હેલ્ધી ડોક્ટર રહેલી છે.
આ વખતે જાણીતા કવિ તુષાર શુક્લ અને લેખક અને વક્તા ડો. નિમિત્ત ઓઝા એ ભાગ લીધો હતો.
કવિ તુષાર શુક્લ એ સુખનું સરનામું ઘર એ વિશે વાત કરી એન્ડ ડો નિમિત્ત ઓઝા એ જીવનમાં હાસ્ય અને હાલાકી વચ્ચે સંતુલન રાખવાની વાત ખૂબ જ હળવાશથી રજૂ કરી હતી.
ડોક્ટર હિતેશ પટેલે પોતે પણ તેમની ઓપીડીમાં થતા જુદા જુદા હાસ્યના બનાવો વિશે બધાને વાત કરી અને લોકોને ખૂબ હસાવ્યા.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર તુષાર પટેલ મહેમાન તરીકે આવેલા હતા. ડોક્ટર તુષાર પટેલે કોન્ફરન્સ વિશે જણાવ્યું કે વિજ્ઞાનની બધી જ કોન્ફરન્સ ની સાથે સાથે આ પ્રકારની કોન્ફરન્સ એ ખૂબ જ જરૂરી છે અને અહીંયા આવીને આટલા બધા ડોક્ટરોને ચાર ચાર કલાક ખડખડાટ હસતા જોઈને ખૂબ જ આનંદ થાય છે. લોકોનું દુઃખ દૂર કરતા ડોક્ટરો નું દુઃખ આ કોન્ફરન્સમાં દૂર થતું દેખાઈ રહ્યું છે.
ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત કાકડીયા સાહેબ છેક રાજકોટ થી આ કોન્ફરન્સમાં આવ્યા હતા અને એમણે જણાવ્યું કે આ આ પ્રકારની કોન્ફરન્સ એમણે પ્રથમ વખત જોઈ છે. એમણે જણાવ્યું કે આ પ્રકારના કોન્ફરન્સ ગુજરાતના દરેક શહેરમાં થવી જોઈએ અને ડોક્ટરનો તણાવ દુર થાય એ ખૂબ જ જરૂરી છે.
– ડો હિતેશ પટેલ
An enriching experience at ICRA Pain 2024 conference in Kolkata! Engaging sessions on basic and advanced pain management techniques, insightful interactions with seniors and colleagues – it was an absolute delight! Grateful to the ICRA team for the invitation. Here’s to continuous learning and collaboration!
6th National & 1st International Conference of the Indian Society of Pain Clinicians – ISSPCON 2023.
Venue: Atal Bihari Vajpayee Scientific Convention Center, Lucknow.
In this conference more than 450 delegates around the world come to Ahmedabad.
In this conference all latest techniques regarding pain management were discussed and taught to all delegates. More than 100 lectures are delivered in three days.
This event is organised by the Ahmedabad city branch ISSP.
Dr Gopal Desai, Dr Shibani Shah and Dr Mehul Kubavat were core organizers.